કપડવંજ તાલુકામાં અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ તાલુકામાં અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં મોત નિપજ્યું કપડવંજ તાલુકાના ફતિયાબાદ ગામ પાસેથી પસાર થતાં કઠલાલ રોડ પર રવિવારની વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીંયાથી પસાર થતી નર્મદા કેનાલ પર ચાલતાં જતાં રાહદારીને કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગતા રાહદારી ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. વાહને ટક્કર મારી ફરાર થયો હતો. રાહદારી પટકાતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આતરસુંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મૃતદેહને પીએમ અર્થે આતરસુંબા સીએચસી સેન્ટરમા ખસેડાયો છે અને તેના વાલીવારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

