પીપલગ ચોકડી પાસે મઠીયા પાપડની દુકાનમાં અને  ફાર્મ હાઉસના  મકાનમાં તસ્કરો ત્રાટક્યા

નરેશ ગનવાણી નાડીયાદ

પીપલગ ચોકડી પાસે મઠીયા પાપડની દુકાનમાં અને  ફાર્મ હાઉસના  મકાનમાં તસ્કરો ત્રાટક્યા

નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલ મઠીયા પાપડની દુકાનમાં અને પાછળ ફાર્મ હાઉસના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને કુલ ૪૯ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા. તસ્કરોએ અહીંયા મોટરસાયકલ પર આવ્યા અને આ મોટરસાયકલ મુકી ફાર્મ હાઉસના માલિકનુ એક્ટીવા લઈને ફરાર થયા છે.નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોધાયેલી ફરિયાદ મુજબ જોઈએ તો, વસો તાલુકાના પીજ ગામે રહેતા રમણભાઈ મોતીભાઈ પટેલ  નડિયાદ પીપલગ ચોકડી પાસે  સર્વિસ રોડ પર પંકજભાઈ મગનભાઈ પટેલના માલીકીની દુકાનમાં મઠીયા, પાપડનો વેપાર કરે છે. આ દુકાનને અડીને પંકજભાઈનુ ફાર્મ હાઉસ પણ છે જેમાં પોતાનું મકાન પણ આવેલ છે. પરંતુ તેઓ અમેરીકા રહેતા હોવાથી આ ફાર્મ હાઉસના મકાન બંધ છે. ૨ સપ્ટેમ્બરની મોડી રાત્રેથી વહેલી સવાર વચ્ચે  તસ્કરોએ  રમણભાઈની મઠીયા, પાપડની દુકાનના શટર  ઊંચા કરી દુકાનમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ ફાર્મ હાઉસના બંધ મકાનમાં પણ  તસ્કરો દરવાજાનું ઈન્ટરલોક તોડી  ઘરમાંથી આઈપેડ, ત્રણ કાંડા ઘડિયાળ તેમજ ઘર બહાર પાર્ખ કરેલ એક્ટીવા મળી કુલ રૂપિયા 49 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. બીજા દિવસે વહેલી સવારે   દુકાન ચલાવતાં રમણભાઈ મોતીભાઈ પટેલને ધટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. અને પોતાની દુકાન અને ફાર્મ હાઉસનો ગેટ ખુલ્લો જોઈ તપાસ કરતા ચોરી થઈ ‌હોવાનુ માલૂમ પડ્યું હતું.આ મામલે રમણભાઈ મોતીભાઈ પટેલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં  જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રમણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ NRI પંકજભાઈના ફાર્મ હાઉસમાં તેઓની એક કાર અને  એક્ટીવા હતુ જેમાંથી એક્ટીવાની ચોરી કરી છે અને તેના બદલે એક મોટરસાયકલ બીનવારસી હાલતમાં ફાર્મ હાઉસમાં છોડી તસ્કરોએ મૂકી ગયા છે.આ મોટરસાયકલ પણ ચોરીની હોવાની શંકા હોવાથી આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: