નડીઆદ ખાતે યોજાયેલ નેત્રરોગ, ડાયાબિટીસ તથા સંધિવાત, આમવાત અને સાંધાના દુ:ખાવાનો વિનામૂલ્યે નિદાન કેમ્પ.

નરેશ ગનવાણી નડિયાદ

નડીઆદ ખાતે યોજાયેલ નેત્રરોગ, ડાયાબિટીસ તથા સંધિવાત, આમવાત અને સાંધાના દુ:ખાવાનો વિનામૂલ્યે નિદાન કેમ્પ

વીસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળ,

નડીઆદના ઉપક્રમે અને શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના સૌજન્યથી  વીસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્તની વાડી, ભોજવાકુવા, સિંદુશીપોળ ચકલા પાસે, નડીઆદ ખાતે આજે વિનામૂલ્યે નેત્રરોગ, ડાયાબિટીસ તથા સંધિવાત (ગઠિયો વા), આમવાત અને સાંધાના દુ:ખાવાના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંધજન મંડળ, નડીઆદના પ્રમુખ  ભાસ્કરભાઇ પટેલ અને સ્વ. રમેશભાઇ નાગરદાસ પટેલ, નડીઆદના સહકારથી અંધજન મંડળની મેડીકલ ટીમ દ્વારા મોતિયા, જામર, વેલ, નાસૂર વિગેરેની તપાસ કરવા ઉપરાંત આંખના નંબર કાઢી આપી ટોકન દરે ચશ્મા આપવામાં આવ્યા હતા  જયારે કેમ્પ દરમિયાન ડાયાબિટીસ (રેન્ડમ) અને ફાસ્ટીંગના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત નડીઆદના પારસ સિનેમા પાસે આવેલ  આયુ ચિકિત્સાલય અને પંચકર્મ સારવાર કેન્દ્રના  રસવૈદ્ય ડો. રોનક શર્મા, આયુર્વેદ વાચસ્પતિએ  ઉપસ્થિત રહી સંધિવાત, (ગઠિયો વા), આમવાત અને સાંધાના દુ:ખાવા જેવા રોગોની ચકાસણી કરી નિદાન કરી જરૂરી સલાહ આપી સાત દિવસની દવાઓ વિનામૂલ્યે આપી હતી. આ પ્રસંગે  શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ  ડી. કે. શાહ, અંધજન મંડળના પ્રમુખ  ભાસ્કરભાઇ પટેલ, સીનિયર સિટીઝન ફેડરેશન, નડીઆદના પ્રમુખ  રાજેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ, મહામંત્રી  ભરતભાઇ શાહ, સલાહકાર  અશોકભાઇ પંડયાએ ખાસ ઉપસ્થિત રહી નાગરિકોને. પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં આયુર્વેદ વાચસ્પતિ ડૉ. રોનક શર્માએ મંડળ પ્રતિ નાગરિકોના આરોગ્યના હિતમાં વિનામૂલ્યે ત્રિવિધ મેડીકલ કેમ્પનું આયોજન કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી ભવિષ્યમાં આવા મેડીકલ કેમ્પના  આયોજનમાં પોતાના તરફથી મંડળને સતત સહયોગ આપતા રહેવાની અપેક્ષા વ્યકત કરી હતી. આ ત્રિવિધ વિનામૂલ્યે યોજાયેલ  મેડીકલ કેમ્પમાં નેત્રરોગ નિદાનમાં-૧૯૦, ડાયાબિટીસ વિભાગમાં-૧૦૧ અને સંધિવાત (ગઠિયો વા), આમવાત તથા સાંધાના દુ:ખાવોમાં-૭૦ મળી ૩૬૧ નાગરિકોએ તેનો લાભ લીધો હતો. કેમ્પના પ્રારંભે મંત્રી  સંજયભાઇ શાહે સૌને આવકારી મેડીકલ કેમ્પ યોજવા પાછળનો હેતુ સમજાવી અંતમાં સર્વ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં ઉપપ્રમુખ  પ્રવિણભાઇ શાહ, પ્રોગ્રામ ચેરમેન  દિલીપભાઇ બી. શાહ, આઇ.પી.પી.  પંકજભાઇ શાહ, ખજાનચી  જૈમીનભાઇ શાહ સહિત કારોબારી સભ્યો સર્વ નરેશભાઇ શાહ, અમીતભાઇ શાહ, યોગેશભાઇ શાહ, રાજુભાઇ શાહ, દિલીપભાઇ શાહ, કૌશિકભાઇ શાહ, વિજયભાઇ શાહ, મયંકભાઇ શાહ સહિત યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: