મંત્રી કુંવરજી બાવળિયા એ ખેડા જિલ્લાના માતર તાલુકાના કેનાલ અને ઇન્ટેકવેલ ની મુલાકાત લીધી.

નરેશ ગનવાણી નડિયાદ
મંત્રી કુંવરજી બાવળિયા એ ખેડા જિલ્લાના માતર તાલુકાના કેનાલ અને ઇન્ટેકવેલ ની મુલાકાત લીધી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી બ્રાન્ચ કેનાલની અને પરીએજ તળાવની મુલાકાત લઈ આ જળ સ્ત્રોતોમાંથી લોકોને આપતા પીવાના પાણી અને સિંચાઈના પાણી સંદર્ભેની જરૂરી વિગતો સંબંધીત અધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રીએ માતર તાલુકાના લીંબાસી ડિસ્ટ્રીબ્યુટરી નહેરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ ખેડૂતોને સિંચાઈને લગતી સમસ્યાઓ સાંભળી અધિકારીઓને  સિંચાઈના પાણીથી કોઈ ખેડૂત વંચિત ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
ત્યારબાદ મંત્રીએ નારદા તળાવની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરી આગામી સમયમાં આ તળાવને ઊંડું કરવા માટે પગલા ભરવા તંત્રને જણાવ્યું હતું. તેમજ પરીએજ તળાવમાં આગામી ઉનાળામાં ખોદકામ કરવાનું હોવાથી જી.ડબલ્યુ.આઈ.એલ. યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી મળી રહે તે માટે વૈકલ્પિક સુવિધા કરવા તંત્રને જણાવ્યું હતું. ત્યારબાદ મંત્રી પરીએજ ખાતે આવેલા જી.ડબલ્યુ.આઈ.એલ. પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ  આવનારા સમયમાં આ પંપીંગ સ્ટેશન દ્વારા પીવાના પાણી અને સિંચાઈ માટે કેવી રીતે પાણી પૂરું પાડી શકાય એ બાબતે સંબંધિત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી હતી.
મંત્રીએ આ તકે માતર તાલુકો કેટલાક સમયથી સિંચાઈના પાણીની મુશ્કેલીઓનો સામનો સારી રહ્યો છે. લોકોને પાણી અને સિંચાઈના પાણીનો પુરવઠો પૂરું પાડવો એ આપણી પ્રાથમિક ફરજ છે, તેમ જણાવી આ સમસ્યાને જોઈને આવનારા સમયમાં પરીએજ તળાવ, કનેવાલ તળાવ, નારદા તળાવમાં પાણીનો વધુ સંગ્રહ થાય તે રીતે ઊંડા કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાતમાં માતરના ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, અધિક્ષક ઈજનેર કે.સી.ચૌહાણ, પ્રાંત અધિકારી  વી.સી બોડાણા તેમજ ખેડા જિલ્લાના અધિકારીઓ અને પાણી પુરવઠા અને કાંસ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!