ગોદી રોડ વિસ્તારના સ્થાનીક રહીશો દ્વારા પાણીની સમસ્યાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યાં હતાં.
રિપોર્ટર નાજીયા પઠાણ
દાહોદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. લોકો વેચાતું પાણી લાવી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે ત્યારે દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે પાણીની ભારે સમસ્યાઓને પગલે આ વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે ગોદી રોડ વિસ્તારના સ્થાનીક રહીશો દ્વારા પાણીની સમસ્યાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યાં હતાં. આ મામલે ગોદી રોડ વિસ્તારના કાઉન્સીલર લખનભાઈ રાજગોર દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.