સાગડાપાડા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ હજાર માસ્ક સેનેટરાઈઝર અને ગ્લોસ નું વિતરણ કરાયું
સાગર પ્રજાપતિ
સુખસર તા.૧૭
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે મહિલા સમરસ ગ્રામ પંચાયત દ્વારા હાલમાં કોરોના સંક્રમણને રોકવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પણ મો અને નાક ઢાંકી રાખવા રૂમાલ અથવા માસ્ક પહેરી રાખવાની સુચના આપવામાં આવી છે તેમજ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જે બાબતે ગામના આગેવાન બાબુભાઇ અમલીયાર અને ગ્રામ પંચાયત દ્વારા ત્રણ હજાર માસ્ક હાથમાં પહેરવાના મોજા તેમજ હાથ સાફ કરવા માટે સેનેટ રાઈઝર ની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ ના સમય દરમિયાન ઘરમાં જ રહેવાની સુચના આપવામાં આવી હતી અને કોરોના ના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. નાણાપંચની યોજના હેઠળ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ની સંક્રમણની તકેદારીરૂપે સામગ્રીનું વિતરણ કરાયું હતું તેમજ બાબુભાઈ અમલીયાર દ્વારા બે હજાર માસ નું વિતરણ કરાયું હતું.
#Sindhuuday Dahod