નડિયાદમાં પોતાની પત્નીની હાજરીમાં પતિએ અન્ય યુવતીનો હાથ પકડી લઇને ભાગી ગયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં પોતાની પત્નીની હાજરીમાં પતિએ અન્ય યુવતીનો હાથ પકડી લઇને ભાગી ગયો
નડિયાદમાં બે સંતાનોના પિતાએ પત્નીની હાજરીમાં જ અન્ય યુવતીનો હાથ પકડી યુવતીને લઈને ભાગ્યો છે. આ મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ મહુધા તાલુકાના સાસ્તાપુર અને હાલ નડિયાદમાં રહેતી ૩૪ વર્ષીય યુવતી પોતે શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેણીના લગ્ન વર્ષ ૨૦૧૧માં સાસ્તાપુરના યુવાન સાથે લગ્ન થયા હતા. જોકે લગ્નના છ માસના ગાળામાં જ યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસબંધ હોવાનો માલુમ પડ્યું હતું. જેથી બંને વચ્ચે અવારનવાર આ બાબતે તકરાર થતી હતી. પતિ પોતાની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. સમય જતા બધુ સરખું થઈ જશે તેમ વિચારી તેમજ એક 11 વર્ષનો દીકરો અને એક પાંચ વર્ષની દીકરીના ભવિષ્યથી ચિંતિત પરીણિતા તમામ ત્રાસ સહન કરી રહેતી હતી. જેથી પતિની હિંમત દિવસેને દિવસે વધતી હતી. ૨૬ સપ્ટેમ્બરના રોજ આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ પોતાની પત્નીને આણંદ જિલ્લાના લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે લઈ ગયો હતો. જ્યાં પતિએ જેની સાથે આડા સંબંધ હોય તે યુવતીને પણ ત્યા બોલાવી હતી અને પોતાની પત્નીની હાજરીમાં અન્ય યુવતીનો હાથ પકડી તેણીની સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરના સભ્યો તેમજ વડીલ લોકોએ ભેગા થઈ સમાધાન કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સમાધાન થયું નહિ. ૨૮ મી સપ્ટેમ્બરના રોજ પતિએ પોતાની પત્નીને ગાળો બોલી હાથ ચાલાકી કરી હતી. પીડીતાએ સમગ્ર બાબતે ન્યાય મેળવવા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.