દાહોદ એલ.સી.બી. પોલીસનો સપાટો : આંતરરાજ્ય ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો
દાહોદ તા.૧૮
છેલ્લા એક વર્ષથી વડોદરા ગ્રામ્ય જિલ્લા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ૨ ગુનામાં તથા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે ગુના મળી કુલ ચાર ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અને વડોદરા ગ્રામ્યના રૂ. ૧૦,૦૦૦ના ઇનામી આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પ્રોહિબિશનની, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવાડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી વડોદરા ગ્રામ્ય જિલ્લા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ચાર ગુનાનો આરોપી કમલસિંહ જગદીશ સિસોદિયા (સાસી) (રહે. સત્યનારાયણ સોસાયટી, રણોલી વડોદર, જિ. વડોદરા)ને દાહોદ એલસીબી પોલીસે ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી દાહોદ તાલુકા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

