મહિલાઓએ 1500 ઉપર દિવાથી માતા કાલિકા નું મુખારવિંદ બનાવ્યું.
સિંધુ ઉદય
મહિલાઓએ 1500 ઉપર દિવાથી માતા કાલિકા નું મુખારવિંદ બનાવ્યું..
: નવરાત્રીનો મહાપર્વ એટલે માં જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ. નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે ત્યારે અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને સોસાયટીની 30 થી વધુ મહિલાઓએ સતત 2 દિવસ ની અથાગ તૈયારીઓ બાદ સતત 3 કલાકની મહેનતે 1508 ઝગમગતા દિવડાઓથી આશરે 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. 1508 દિવાઓ થી આખી કૃતિ સુંદર જોવા મળતી હતી. દીવડાઓ સતત 2 થી 3 કલાક સુધી ઝળહળતા જોવા મળ્યા હતા.



