જીલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલમાં કારઠ પ્રાથમિક શાળાની ભાગીદારી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
જીલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલમાં કારઠ પ્રાથમિક શાળાની ભાગીદારી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- દાહોદ મુકામે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં ઝાલોદ તાલુકાની કારઠ પ્રાથમિક શાળાનાં શિક્ષક વિરડીયા રવિકુમાર વિનુભાઈ દ્વારા ડિજીટલ TLM નામનું ઈનોવેશન રજુ કરવામાં આવ્યું. ઈનોવેશન કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેકટર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી. દાહોદ, સમગ્ર DIET પરિવાર તથા વિવિધ તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઈનોવેશન ફેસ્ટિવલમાં શાળા અને તાલુકાનું ગૌરવ વધારવા બદલ કારઠ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.