કપડવંજ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા.

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા

શાળાના વિધાર્થીઓએ પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષયક સ્માર્ટ ડસ્ટબીન મોડલ રજૂ કર્યું: જેને પ્રથમ ક્રમ મળ્યો કપડવંજની તોરણા પ્રાથમિક શાળામાં  તાલુકા કક્ષાનો ૨૪ મો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળામાં ત વિભાગ-૫માં નવાબોભા પ્રાથમિક શાળાના પરમાર દક્ષાબેન લાલસિંહ, ચૌહાણ વિલાસબેન પ્રતાપસિંહ અને વિભાગ -૨માં શાળાના બાળ વૈજ્ઞાનિક ચૌહાણ ધનરાજ, ચૌહાણ નવનીત, ચૌહાણ હર્ષદભાઈ, ચૌહાણ રોહિતભાઈએ શાળાના શિક્ષક ધવલભાઈ બારોટના માર્ગદર્શક હેઠળ ભાગ લીધો હતો. જેમાં વિભાગ-૨ માં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા. નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ-૨માં પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષયક   સ્માર્ટ ડસ્ટબીન મોડલ રજૂ કર્યું હતું. જેમાં તેઓ તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે રહ્યા હતા. શાળાના આચાર્ય તથા શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!