શ્રી કાર્તિક ઔરાવ હાઈ & ગોવિંદસિંહ મીનામા ઉં.મા.શાળા ચાકલીયા વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
શ્રી કાર્તિક ઔરાવ હાઈ & ગોવિંદસિંહ મીનામા ઉં.મા.શાળા ચાકલીયા વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે આવેલી શ્રી કાર્તિક ઓરાવ હાઇ. એન્ડ ગોવિંદસિંહ મીનામા ઉ.મા. શાળામાં આ.શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કુસુમબેન ઉમેશભાઈ ખડીયાના “વય નિવૃત્તિ” પ્રસંગે તેઓનો સન્માન અને વિદાય સમારંભ યોજાયો હતો. કુસુમબેન દ્વારા આ શાળામાં ૨૯ વર્ષ ૭ મહિના અને ૧૯ દિવસની ફરજ બજાવી હોવાનું શાળાના આચાર્યએ પોતાના પ્રવચનમાં જણાવી તેમને નિવૃત્તિ પછીનું જીવન ભગવાન નિરોગી અને સ્વાવલંબી પ્રદાન કરે સાથે તેઓ પણ સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં જોડાઈ રહે તેમ જણાવ્યું હતું.ઉપસ્થિત રહેલા મહેમાનો આગેવાનો અને શાળાના સ્ટાફ મિત્રો તેમજ બાળકોએ વિદાય લઇ રહેલા કુસુમબેન ને ભેટ સોગાદો અર્પણ કરી તેમજ નારિયેળ તથા મામેરું ઓઢાવી માન સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકો શાળાના આચાર્ય , સ્ટાફ ગણ તેમજ ગામના આગેવાનો શાળાના બાળકો અને વિદાય લઈ રહેલા શિક્ષિકા બહેનના પરિવારજનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.