દાહોદ જિલ્લાના ઝાલોદ સાંઈ મંદિર ખાતે ભાજપ એસ.સી. મોરચા દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી

ઝાલોદ તા.૨૮

ભગવાન વાલ્મીકિ એ મહર્ષિ કશ્યપના પુત્ર વરૂણના પુત્ર છે. ધર્મગ્રંથો મુજબ વાલ્મીકિ ઋષિનું નામ રત્નાકર હતું તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા લૂંટપાટ કરતા હતા. એકવાર રસ્તામાં તેમને નારદ મુનિ મળ્યા હતા તેઓ તેમને લૂંટવા જતા હતા તે દરમ્યાન નારદ મુનિની વાતોથી તેમનું જીવન પરિવર્તન થયું હતું તેથી નારદ મુનિએ તેમને શ્રી રામનું નામનું જાપ કરવા જણાવ્યું હતું. તેમના કઠોર તપ જપ થી પ્રેરિત થઈ બ્રહ્માજીએ તેમને રામાયણનુ લખવા માટે પ્રેરિત કર્યા હતા અને તેમણે રામાયણ નામનું ગ્રંથ લખી આખા ભારત વર્ષમાં ખ્યાતિ મેળવી હતી. ભારત વર્ષના પ્રથમ કવિ તરીકે પણ મહર્ષિ વાલ્મીકિને ઓળખવામાં આવે છે. 
 આજે તારીખ 28-10-2023 શનિવારના રોજ સાંઈ મંદિર ખાતે ભાજપ પરિવાર દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્મીકિ ઋષિ વિશે ટૂંકમાં માહિતી દાહોદ જિલ્લા ભાજપ એસ.સી મોરચા પ્રભારી ભરત શ્રીમાળી દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ દિનેશ પંચાલ, મૂકેશ ડામોર, ટપુ વસૈયા, રાજેશ ભાભોર,સંતોષ ભગોરા , અગ્નેશ પંચાલ, જયેશ દરજી અને મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!