દાહોદ જિલ્લાના સબરાળા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ.
અજય આસી દાહોદ
દાહોદ જિલ્લાના સબરાળા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ 64800 નો વિદેશી દારૂ, મોબાઇલ, મારૂતિ આર્ટિકા સાથે 794800 નો મુદ્દામાલ ઝડપાયો દાહોદ જિલ્લામાં દિવાળીનો તહેવાર નજીક આવતા બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચવાની ગણતરી કરી રહેલ છે પરંતુ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપ ઝાલા દ્વારા વિદેશી દારૂ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ગુનેગારોને ઝડપી પાડવા માટે કમર કસી રહેલ છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપ ઝાલાની સૂચના મુજબ દાહોદ જિલ્લા એલ.સી.બી પોલિસ સતત બુટલેગરો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર માંથી વિદેશી દારૂ તેમજ ગુનેગારોને ઝડપી પાડવા કામગીરી કરી રહેલ છે. દાહોદ એલ.સી.બી પો.ઇ કે.ડી.ડીંડોર દ્વારા સૂચના અપાતા પો.ઇ એમ.એલ.ડામોર તથા પો.ઇ ઘનેશાને મળેલ બાતમીને આધારે સફેદ કલરની મારુતિ આર્ટિકા જેનો નંબર GJ-06-PJ-6411 ગાડીમાં મધ્યપ્રદેશ પીટોલ બાજુથી ઇંગ્લીશ દારૂ ભરી નવાગામ, ઘામરડા, સબરાળા થઈ દાહોદ આવનારની બાતમી મળેલ હતી. જે અન્વયે દાહોદ એલ.સી.બી દ્વારા વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી વિદેશી દારૂ લઇ આવતી આર્ટિકા ગાડી સાથે બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. આ બંને આરોપી પ્રગ્નેસ મકવાણા અને અર્પણ મકવાણા ગલાલીયાવાડ દાહોદના રહેવાશી છે. તેમના પાસેથી 64800 નો વિદેશી દારૂ, મોબાઈલ તેમજ આર્ટિકા ગાડી સાથે કુલ 794800 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં દાહોદ જિલ્લા એલ.સીબી પોલીસને સફળતા મળેલ છે.