ખેડા જિલ્લાના સેવાલીયા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના સેવાલીયા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
હરિયાણા પાર્સિગની ટ્રકમાંથી ધાબળા અને પગલુછણીયાની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. પોલીસે ગુનામાં વપરાયેલી ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ ૩ સામે ગુનો નોંધાયો છે. સેવાલિયા પોલીસે અમદાવાદ- ઇન્દોર હાઇવે રોડ ઉપર આવેલ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર એક બંધ બોડીની ટ્રક ને ગોધરા તરફથી આવતા ઉભી રાખી હતી. ટ્રકમાં તપાસ કરતા મીણીયાની થેલીમાં ધાબળા તથા પગ લુછણીયા ભરેલ કાર્ટૂનો હતા. આ કાર્ટૂનબોક્ષ ઉથલાવી જોતા મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ગણતરી કરતા વિદેશી દારૂની નાની મોટી મળી કુલ ૩૦૨૩ બોટલો કિંમત રૂપિયા ૧૫ લાખ ૧૧ હજાર ૫૦૦નો મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં ટ્રક ચાલક રિશુ સમરા ડુમ (રહે.પાનીપત ,હરીયાણા) અને અનિલ હુકમસિંહ ગુર્જર (રહે. પાણીપત હરીયાણા)ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુનામાં વપરાયેલી ટ્રક સહિત દારૂનો જથ્થો મળી તેમજ ધાબળા તથા પગ લુછણીયા મળી કુલ રૂપિયા ૨૧ લાખ ૧૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રિન્કુ શર્મા નામના વ્યક્તિએ (રહે. હરિયાણા)એ ભરી આપ્યો હોવાની વિગતો જાણાવી હતી. આમ પોલીસે આ ગુનામાં ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

