ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે એ ડી પટેલે ચાર્જ સંભાળ્યો
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે એ ડી પટેલે ચાર્જ સંભાળ્યો
ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તેમજ તાલુકા પ્રમુખશ્રી ભરતભાઈ પારગી એ ફૂલહાર કરી સ્વાગત કર્યું
ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી એ ડી પટેલે ચાર્જ સંભાળી લેતા મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પંચાયતમાં ચીટનીશ કામ તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા એ ડી પટેલની સરકાર શ્રી દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકેની બદલી કરવામાં આવતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે એ ડી પટેલે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળી લેતા ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તાલુકા પ્રમુખશ્રી ભરતભાઈ પારગી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી અસારી અગ્રણીઓ ભાજપ પીઢ કાર્યકર્તા લાલભાઈ સુવર પત્રકાર શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ મહાનુભવોએ શાલ ઓઢાડી ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું




