નડિયાદના યુવકે એકના ડબલની લાલચમાં ૧.૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના યુવકે એકના ડબલની લાલચમાં ૧.૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા

નડિયાદમાં યુવાને  પૈસા ડબલ કરવાની ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ અને રૂપિયા  લગાવ્યા જે બાદ છેલ્લે પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં એક વર્ષ બાદ આ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ એસઆરપી કેમ્પ સામે નારાયણ પાર્ક સોસાયટીના હર્ષ અશોકભાઈ સાળુકે  યુવાન રહે છે. તેઓ અને તેમના દાદાનું એકાઉન્ટ બંને એક જ મોબાઇલમાં લિંક છે. વર્ષ ૨૦૨૨ના નવેમ્બર  માસમાં હર્ષ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક રીલ્સ જોતો હતો. જેમાં પૈસા ડબલ કરવાની સ્કીમ હતી અને  પૈસા એક મહિનામાં ડબલ થઈ ગયા હોવાનું હર્ષને ધ્યાને આવતા તેણે  અજાણ્યા આઈડી ઈસમ સાથે ઈન્સ્ટાગ્રામથી મેસેજ દ્વારા વાત કરી હતી. અને ઈસમે નાણાં ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું. જેથી હર્ષે પોતાના બેંક ખાતામાંથી અને પોતાના દાદાના ખાતામાંથી અલગ અલગ તારીખો દરમ્યાન રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર ૧૩૫ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.  આજે લગભગ એક વર્ષ જેવી રાહ જોયા બાદ પણ અજાણ્યા આઈડી ધારક તરફથી કોઈ  રીપ્લાય ન આવતા  પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ હર્ષને થયો જેથી આ મામલે આજે નડિયાદ પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!