સાસરીયાએ ૨૦ લાખ રૂપિયાની માગણી કરી અને તગેડી મૂકી, પીડીતાએ પોલીસનો સહારો લીધો

નરેશ ગનવાણી

સાસરીયાએ ૨૦ લાખ રૂપિયાની માગણી કરી અને તગેડી મૂકી, પીડીતાએ પોલીસનો સહારો લીધો છે.

નડિયાદની ૩૨ વર્ષીય યુવતીના વડોદરાના સાસરીયાઓએ પહેલા સંતાન બાબતે અને પુત્રના જન્મ બાદ દહેજ બાબતે ત્રાસ આપી સાસરીયાએ  રૂપિયાની પણ માગણી કરી અને તગેડી મૂકી પીડીતાએ પોલીસ ફરીયાદ નોંધાવી નડિયાદ શહેરમાં રહેતી  યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૯મા  વડોદરાના  યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાના સાસરે પોતાના સાસરીના સભ્યો સાથે રહેતી હતી. જોકે એકાદ મહિના જેટલો સારી રીતે રાખ્યા બાદ  સાસુ ઘરના કામકાજ બાબતે તેમજ સંતાન બાબતે અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. જોકે બાદમાં પરણીતાને સારા દિવસો રહેતા તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો જે હાલ પોણા ત્રણ વર્ષનો છે. ત્યારબાદ પણ સાસરીના સભ્યોએ પરણીતાને સતત ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પતિ, સાસુ, સસરા અને જેઠ જેઠાણી આ તમામ લોકો ત્રાસ આપતાં હતાં. અને જણાવતા હતા કે અમારે ધંધો કરવો છે જેથી તારા પિયરમાંથી રૂપિયા ૨૦ લાખ લઈ આવ લગ્ન વખતે તારા પિયરમાંથી કરિયાવરમાં તિજોરી કે બીજું કંઈ ફર્નિચર આપેલ નથી અને દીકરાના જન્મ થયા બાદ પણ તારા પિતાએ જીયાણું કરેલ નથી તેમ કહી મહેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. આ ઉપરાંત, તુ ઘરનું કામ ન કરે તો તારી પર કેસ કરીશું તેમ કહી સાસરીમાંથી કાડી મૂકી હતી. પિયરમાં આવેલી પરીણિતાને આજ દિન સુધી તેડવા ન આવતા આ મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને જેઠ જેઠાણી આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!