ગરબાડા પોલિસે કતલખાને ચાલતા લઇ જવાતી ૬ જેટલી ગાયોને બોરીયાળા ગામેથી ઝડપી પાડી દાહોદ અનાજ મહાજન
દાહોદ તા.૨૬
ગરબાડા પોલિસે કતલખાને ચાલતા લઇ જવાતી ૬ જેટલી ગાયોને બોરીયાળા ગામેથી ઝડપી પાડી દાહોદ અનાજ મહાજન સંસાલીત ગૌશાળામાં મોકલી આપ્યાનું જાણવા મળેલ છે.
ગત તા.૨૪-૧૦-૨૦૧૮ના રોજ મધ્યપ્રદેશથી ગૌવંશ દાહોદ કસ્બામાં કતલ માટે ચાલતા લાવતા હોવાની મળેલ બાતમી મળતાં આ સંદર્ભે ગૌરક્ષકોએ ડી.વાય.એસ.પી કાનન દેશાઇને જાણ કરતાં પોલિસે ગૌરક્ષકોને સાથે રાખી ગરબાડા તાલુકાના બોરીયાળા ગામના દિવાનીયાવાડ નજીક રોડ પર ચાલતા ચાલતા ગાયો લાવી રહેલા ઇસમો પોલિસની ગાડી જાઇ ગાયો મૂકી નાસી ગયા હતા પોલિસે છ જેટલી ગાયોને ગૌશાળામાં મોકલી આપી છ જેટલી ગાયોનો જીવ બચાવ્યો હતો.
આ સંબંધે ગરબાડા પોલિસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
—————————————–
દાહોદ રેલ્વે સ્ટેશન નજીક ગુડ્સટ્રેન નીચે પડતુ મુકી યુવકે આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.