કઠલાલ નગરપાલિકા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું.

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલ નગરપાલિકા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું

ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસા આઇસીએચ તરીકે ગુજરાતના ગરબાનું નામાંકન યુનેસ્કો દ્વારા આજ રોજ માન્યતા પામેલ છે. ગુજરાતના ગરબા આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫મું આઇસીએચ (Intangible Cultural Haritage) તત્વ છે.આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કઠલાલ નગર ખાતે નગરપાલિકા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સાંસ્કૃતિક કલા વૃંદો દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી, સાથેજ યુનેસ્કો દ્વારા બોત્સવાના ખાતે યોજાયેલ ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ માટેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. કાર્યક્રમમાં કઠલાલ નગરપાલિકાના પ્રમુખ  ગૌતમસિંહ ચૌહાણ, કપડવંજ નાયબ કલેકટર અનિલ ગોસ્વામી, જિલ્લા યુવા વિકાસ અધિકારી  અક્ષય મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, કઠલાલ મામલતદાર દેવમ ચૌહાણ, કઠલાલ તાલુકા વિકાસ અધિકરી આર. બી. મલેક તથા કઠલાલ નગરના અન્ય પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: