ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ  કરોડના નાણાં મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા.

નરેશ ગનવાણી નડિયાદ

ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ  કરોડના નાણાં મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા

ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત ૫ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા ૨૦૦ કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કરેલ ભ્રષ્ટાચારના વિરોધમાં આ દેખાવો કરવામાં આવ્યા હતા.નડિયાદ શહેરમાં સરદારની પ્રતિમા પાસે સ્ટેશન રોડ શનિવારે બપોરે આ ધરણા-દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ મળી છે. કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં પ્લે કાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન  વ્યાસ,ખેડા જિલ્લા ભાજપમહામંત્રી  અમિતભાઇ ડાભી,રાજેશભાઇ પટેલ,જિલ્લા  મહિલા  મોરચા પ્રમુખ નાલીનીબેન પટેલ, મહામંત્રી અલવિલાબેન, નડિયાદ પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ,નડિયાદ  શહેર  ભાજપ પ્રમુખ તેજસ પટેલ   ચકલાસી   ભાજપ પ્રભારી મુકેશભાઈ પાટિલ વગેરે  સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના નગરસેવકો, તમામ મોરચાના હોદ્દેદારો અને ટીમમ, નડિયાદમાં રહેતા જિલ્લાના હોદ્દેદારો, સ્કૂલ બોર્ડના સભ્યો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ – પ્રભારીઓ તથા કાર્યકર હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!