પ્રાથમિક કેન્દ્ર પીજ ખાતે બાળકોને પોલિયોના ટીપા આપી બાળ લકવા સામે રક્ષણ કરાયાં.
નરેશ ગનવાણી નડિયાદ
પ્રાથમિક કેન્દ્ર પીજ ખાતે બાળકોને પોલિયોના ટીપા આપી બાળ લકવા સામે રક્ષણ કરાયાં
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલીન્દ્રા ખાંધલી,પલાણા, પીજ ખાતે એસ એસએનએલડી સબનેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ઉજવણી અંતર્ગત પોલિયો રવિવારે પ્રાથમિક કેન્દ્ર પીજ ખાતે સરપંચ શીતલબેન તડવી વસો તાલુકા પંચાયત સભ્ય જીગ્નેશભાઈ તડવી હેમલ બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રા આ કેન્દ્ર પીજ ના મેડિકલ ઓફિસર ડો પૂર્વી બારોટ આયુષ મેડિકલ ઓફિસર ડો અંકિતા તપોધન, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેહુલ બૌદ્ધ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોકીલાબેન મકવાણા આરોગ્ય કાર્યકર ઉર્વશીબેન શેલત, તેમજ આશા બહેનો હાજર રહ્યા પોલિયો સામે રક્ષણ આપવા માટે પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના બે ટીપા આપી બાળ લકવા સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે વસો તાલુકામાં બાળકોને પોલિયો રવિવારના દિવસે તથા સોમવાર તેમજ મંગળવારે ઘરે-ઘરે ફરી બાળ લકવા રોગ ના થાય તે માટે પોલીયોના ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવશે