નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા નડિયાદ શહેરના મિશન રોડ રામસરોવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાની વિદ્યાર્થીનીઓએ તિલક કરી ધારાસભ્યનો ઉષ્માભેર સ્વાગત કર્યો હતો. ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજના પ્રાપ્ત થવાના અનુભવો જણાવ્યા હતા.કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી નગરપાલિકા વિસ્તારમાં આવી પહોંચી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા આ રથ તમારી સમક્ષ આવી પહોંચ્યો છે. ૧૫મી નવેમ્બરે વીર બિરસા મુંડાની જન્મજયંતિથી પ્રધાનમંત્રીએ આ યાત્રાની શુભ શરૂઆત કરી હતી જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી માતાના મંદિરેથી આ કલ્યાણકારી રથને લીલી ઝડી આપી હતી. આજે ગામડાના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 17 જેટલી સરકારી યોજનાઓનો લાભ લીધો છે. આજે આ યાત્રા શહેરી વિસ્તારોમાં આવી છે તેથી તમામ નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિનંતી કરું છું કે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તમામ નાગરિકો લાભ લે અને પોતાના પાડોશીઓ અને નજીકના મિત્રોને પણ સરકારી યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા પ્રેરિત કરે તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પંકજ દેસાઈએ તમામ સ્ટોલની મુલાકાત લીઘી અને આરોગ્યની ટીમને નગરજનોના આરોગ્યની તેમ મધુપ્રમેહ (ડાયાબિટીઝ) જેવા રોગોની માહિતી આપવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન પરિનભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી કે.એસ.સુવેરા, તેમજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.