પૈસાની લેવડદેવડમાં મિત્રને કુવામાં ધક્કો મારી હત્યા કરનાર આરોપી ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ


પૈસાની લેવડદેવડમાં મિત્રને કુવામાં ધક્કો મારી હત્યા કરનાર આરોપી ઝડપાયો

નડીયાદ ટાઉન પોલીસ તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ નડીયાદ ખેતા તળાવ નજીક રામજી મંદીર પાસે આવેલ કુવા માથી એક અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમા લાશ મળી આવેલ જે બાબતે નડીયાદ ટાઉન પો.સ્ટે.  બનાવની નોધ કરી તપાસ હાથ ધરેલ હતી તપાસ દરમ્યાન બીનવારસી લાશ હિરેનભાઇ હર્ષદભાઇ દેસાઇ ઉવ.૪૦ રહે.સાત ઓરડા,દેસાઇવગો, નડીયાદની હોવાનું જાણ થતા મરણ જનારના પત્નીને બાબતે પુછપરછ કરતા મરણ જનાર નાઓને તેઓનો મિત્ર ધનંજય ઉર્ફે શેઠ્ઠી હરીશભાઇ દેસાઇ રહે. મોટાભાઇનુ ફળીયુ, દેસાઇવગો નડીયાદ  ના ઉછીના પૈસા બાબતે પોતાના પતિને અવાર નવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને તા. ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ છેલ્લી

વાર મળવાનુ જણાવી પૈસા નહી આપે તો જીવ ખોઇ બેસીસ તેવી ધમકી આપેલ હતી અને રાત્રીના આશરે નવેક ટુ વ્હીલર મોપેડ ઉપર બેસાડી લઇ ગયેલ હોવાની હકિકત જણાવેલ. જેથી બનાવ બાબતે તપાસ કરતા શકમંદ ધનંજય ઉર્ફે શેઠ્ઠી પણ તેઓના ઘરે મળી આવેલ ન હોય
જેથી શકના આધારે ધનંજય ઉર્ફે શેઠ્ઠી વિરુધ્ધ મરણ જનારની પત્નીએ ફરીયાદ આપતા દાખલ કરેલ. ગુનાના આરોપીને શોધવા નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ એ અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રીષિનને સદર ગુનાના આરોપીને શોધી કાઢવા સુચના કરેલ તેમજ ગુનાના કામે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદ આધારે તપાસ કરતા મરણ જનાર તથા આરોપીનું છેલ્લું લોકેશન એક જ આવતું હતું જેથી આરોપી ધનંજય
ઉર્ફે શેઠ્ઠી ના નડિયાદ દેસાઇ વગોમાં તેની સાસરીમાં આવનાર હોવાની બાતમી મળતા પો.સબ.ઇન્સ સર્વેલન્સ તથા ટીમને તુરતજ હકિકત વાળી જગ્યાએ મોકલી આપતા આરોપી મળી આવતા આરોપીને પુછપરછ કરતા પોતે મરણ જનારની સાથે ઉછીના પૈસાની લેવડ દેવડ બાબતે મનદુખ હોય તેઓને રહેણાંકેથી લઇ જઇ ખેતા તળાવ નજીક આવેલ રામજી મંદિર જે બંધ હાલતમાં છે જયાં વાતચીત ઉગ્ર બનતા બંને વચ્ચે હાથા પાઇ થતા આરોપીએ મરણ જનારને કુવામાં ધક્કો મારી કુવા ઉપર પતરું ઢાંકી નાસી ગયેલ હોવાનું કબુલાત કરેલ  જેથી આરોપીને પકડી અટક કરી આગળની વધુ તપાસ પો.ઇન્સ એચ.બી.ચૈાહાણએ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: