નડિયાદ પાસે ઝાડી-ઝાંખરામાં જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો.
નડિયાદ પાસે ઝાડી-ઝાંખરામાં જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે
નડિયાદ તાલુકાના અલિન્દ્રા પાસે કોઇ અજાણ્યા લોકોએ જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે. જેને લઇને લોકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઉભા થયા છે. જ્યાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે ત્યાં આસપાસ ખેતરો છે અને પશુપાલકો તેમના ઢોર-ઢાંખરોને ચરાવવા માટે આજ વિસ્તારમાં લઇને આવે છે. ત્યારે જાહેરમાં કરેલા નિકાલને લઇને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નડિયાદના અલીન્દ્રા મહોળેલ નહેર નજીક ઝાડી-ઝાંખરામાં જાહેરમાં જ કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે. ઇંજેક્શન, સિરીન્જ, દવા, ટ્યુબ સહિતની વસ્તુઓનો કેનાલ પાસેની ઝાડીમાં ઠલવાઇ છે. તેની આસપાસ ખેતરો આવેલા છે અને પશુપાલકો પશુઓને ચરાવવા માટે પણ આ વિસ્તારમાં લઇને આવે છે. ત્યારે પશુઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી ભિતી વ્યક્ત કરાઈ રહી છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એસ.ધ્રુવેએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલામાં સૌથી પહેલાં તો કોઇ મેડિકલ વેસ્ટ નાખી ગયું છે. આ બાબતે જી.પી.સી.બી.ના અધિકારી એ જણાવ્યું હતું કે જ્યાંથી વેસ્ટ મળ્યો હોય તેની આસપાસના ક્લિનીક – હોસ્પિટલના રેકોર્ડ ચેક કરાશે.

