માનગઢ આદિવાસી બલિદાન દિવસ.
રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર
’*ગત રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે 17 નવેમ્બર 1913 ના રોજ શ્રી ગોવિંદગુરુના નેતૃત્વમાં અંગ્રેજો સામેના સંગ્રામમાં 1507 આદિવાસી વીરોએ શહીદી વ્હોરી હતી એ વીરોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી તેમના પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે 24 કુંડી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી*.*ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતાયે ભયંકર બર્બરતા વ્હોરી તા.૧૭-૧૧-૧૯૧૩ના રોજ શહાદત થયેલા ૧૫૦૭ આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના બલિદાનને ઈતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરુ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે*. *ત્યારબાદ આદિવાસી વીરોની યાદમાં આયોજિત લોકડાયરા તથા સંતવાણીમાં ઉપસ્થિત રહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.સાથે સાથે આદિવાસી સમાજના દીકરા કોલચા આઝાદ નું અદ્દભુત વાંસળી વાદન અને દીકરી ભવ્યા ડામોરનું ભરતનાટ્યમ પણ નિહાળ્યું*.*સાથે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,ઇન્ચાર્જ કલેકટરશ્રી ચંદ્રકાંત પટેલ,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,તાલુકા પંચાતના પ્રમુખ હરેશભાઈ વળવાઇ,અગ્રણી દશરથભાઇ બારીયા,નિવાસી અધિક કલેકટર સી.વી.લટા,પ્રાયોજના વહીવટદાર જે.પી.અસારી,ગોવિંદ ગુરુના અનુયાયીઓ,ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,સરપંચઓ,ગાયત્રી પરિવારના સભ્યો,આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા*.*માનગઢ ધામ કી જય*…*શ્રી ગોવિંદ ગુરુ કી જય*…