નડિયાદમાં ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલ ખુલી વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી.
નડિયાદમાં ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલ ખુલી વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી.
નડિયાદ ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર ખુલ્લી વરસાદી કાંસમાં એક રીક્ષા ખાબકી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ કાંસ પર સ્બેબ ભરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. નડિયાદ ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર ખુલ્લી વરસાદી કાંસમાં ગુરૂકૃપા સોસાયટીની બહાર ગઇકાલે રીક્ષાચાલક બાઈકચાલકને બચાવવા જતા રીક્ષાચાલક રીક્ષા સાથે આ ખુલ્લા કાંસમાં ખાબક્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિક યુવકોની મદદથી કાંસમાં રીક્ષાચાલકને બહાર કઢાયો હતો.પાંચેક દિવસ પહેલા જ આ વિસ્તારના એક અગ્રણીએે આ કાંસ મામલે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખ બંનેને આ કાંસ આગામી દિવસોમાં તાકીદ રાખી તેની પર સ્લેબ ભરવા માટે માંગ કરાઈ હતી.