ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
*ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી.
ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જેમાં ઝાલોદ નગરનામાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો જે સંઘ તા.૦૮.૦૧.૨૦૨૪નાં રોજ ભગુડા ધામ ખાતે પહોંચી માઁ મોગલની આરતી ઉતારી ત્યારબાદ ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જ્યાં પ્રસાદી આપવામાં આવી હતી સંઘમાં અંદાજે ૩૫ લોકો જોડાયા હતાં જેમાં કહેવામાં આવે છે કે કાઠિયાવાડની ધરતી એટલે પવિત્ર ગણાય છે તો સારંગપુર,બગદાણા અને ભગુડા મોગલધામ સુધીના તમામ રોડ રસ્તાઓ ઉપર આવતા બાપા સીતારામની મઢુલીઓ પર ચા કોફી નાસ્તાનીવ્યવસ્થા કરવામાં આવી હતી.