પાલિકા દ્વારા વેપારીઓ પાસેથી રૂ. ૧૧ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો.
નરેશ ગનવાણી નડિયાદ
પાલિકા દ્વારા વેપારીઓ પાસેથી રૂ. ૧૧ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો
નડિયાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના થઇ રહેલા વેચાણ મામલે સોમવારે પાલિકાની ટીમ એક્શનમાં આવી હતી.ટીમ દ્વારા ૫૦ થી ૬૦ જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં રૂ.૧૧ હજારના દંડની વસુલવામાં આવ્યો હતો નડિયાદ શહેરમાં પાલિકાના ચીફ સેનેટરી ઈન્સ્પેકટર તેમજ સેનેટરી સુપરવાઈઝર સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં સંતરામ રોડ,પારસ સર્કલ,માણેક ચોક વિગેરેવિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવેલજેમાં પ્લાસ્ટિકના પ્યાલા, ચમચી ઉપરાંત ડીશ અને અન્ય વસ્તુઓ મળી કુલ ૨૦૦ કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને વેપારીઓ પાસેથી રૂ. ૧૧ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.