પશુપાલન વિભાગ દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાશે.
નરેશ ગનવાણી નડિયાદ
પશુપાલન વિભાગ દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવશે ઉત્તરાયણ પર્વ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૪ દરમ્યાન ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ઉત્તરાયણ પર્વના સમયગાળામાં નિર્દોષ પશુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થવાના કિસ્સાઓ બનવા પામે છે. ઘાયલ પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવા અર્થે ઘવાયેલ પશુ પક્ષીઓને આકસ્મિક સારવારની તાત્કાલિક સારવાર અર્થે તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન (જાહેર રજાના દિવસો સહિત) ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. જેથી જિલ્લાની તમામ પશુસારવાર સંસ્થાઓ ખાતે કરૂણા અભિયાન-૨૪ દરમ્યાન લોક જાગૃતિ લાવવા માટે ખાસ પ્રચાર- પ્રસારની કામગીરી તેમજ ઘાયલ પશુ-પક્ષીઓ અને અસરગ્રસ્થ પશુઓને વિના મૂલ્યે તાત્કાલિક યોગ્ય સારવાર મળી રહે તે સંબધિત અધિકારી,કર્મચારીઓને જાહેર રજાના દિવસો સહિત ઘાયલ પશુ-પક્ષીઓના સારવાર કેન્દ્રો ખાતે ફરજ બજાવવા જણાવાયું છે જેમાં ખેડા જિલ્લાના ૧૦ તાલુકામાં વિવિધ જગ્યાએ તેમજ નડિયાદ તાલુકાનાં પશુ દવાખાનું ડુમરાલ, વેતપોલી સલુણ, વસો, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ઠાસરા, સેવાલીયા ખાતેના પશુ દવાખાનાના સારવાર કેન્દ્રોમાં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. વધુમાં પશુ-પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ કાર્યરત છે.