યુવાકે લગ્નની લાલચ આપી સગીરાને દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી.
નરેશ ગનવાણી નડિયાદ
યુવાકે લગ્નની લાલચ આપી સગીરાને દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી.

નડિયાદના પીપલગ ગામના એક યુવાને ઈન્સ્ટાગ્રામ પર સગીરાનો પરિચય કેળવી ઘરબો સંબંધ બનાવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમા આ યુવાને દુષ્કર્મ આચર્યું હતું. અંતે મામલો ફુટતા સમગ્ર બનવ મામલે આ યુવાન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ તાલુકાના પીપલગ ગામે રહેતા આમીર મહેબુબભાઈ વ્હોરાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને સૌપ્રથમ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મેસેજ કરી પરિચય કેળવ્યો હતો. સગીરા આમીર વ્હોરાની જાળમાં આવી જતા પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અવારનવાર શારિરીક સંબંધ આમીર વ્હોરાએ બાધ્યો હતો. સમગ્ર મામલો સગીરાના પરિવારજનોના ધ્યાને આવ્યો હતો. આ સમગ્ર બનાવ મામલે સગીરાના પરિવારજનોએ આમીર વ્હોરા વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
