ગરબાડા તાલુકાના જાંબુઆ ખાતે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા દહેજ,દારૂ અને ડીજે પ્રતિબંધ માટે રથને પ્રસ્થાન કરાવ્યું.
ગરબાડા તાલુકાના જાંબુઆ ખાતે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા દહેજ,દારૂ અને ડીજે પ્રતિબંધ માટે રથને પ્રસ્થાન કરાવ્યું.
સમાજમાં દહેજ,દારૂ અને ડી.જે અને ખોટા ખર્ચ બંધ થશે તો જ સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બનશે.
જાંબુઆ ગામે સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ભીલ સમાજ પંચ, દાહોદ દ્વારા ભીલ સમાજમાં પ્રવર્તમાન દહેજ, દારૂ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્ગદર્શિકા ના પ્રચાર પ્રસાર માટે લગ્ન બંધારણ પ્રચાર રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રચાર રથ આગામી દસ દિવસ ગરબાડા તાલુકાના સમગ્ર 41 ઞામોમાં પરિભ્રમણ કરનાર છે. પ્રથમ દિવસે જ આ પ્રચાર રથને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રચાર રથના પ્રસ્થાન પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા , જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી , શૈલેષભાઈ મખોડિયા , ભારતસિંહ અમલીયાર , મનુભાઈ મંડોડ , તેમજ જાંબુઆ, ગુલબાર, નીમચ અને ગાંગરડા ગામના સરપંચો અને આસપાસના વિસ્તારના 500 જેટલા આગેવાનો અને ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખારવા ગામના અનિલભાઈ ભુરીયા એ પ્રચાર રથનો હેતુ,ભાવી આયોજન વગેરે પર સંબોધન કર્યું હતું. ચરણસિંહભાઈ કટારાએ ભીલ સમાજ પંચ દાહોદની રચના ના હેતુઓ અને સમાજના તમામ વર્ગના લોકોની સામેલગીરી અંગે માહિતગાર કર્યા હતા. આવનારા દિવસોમાં ભીલ સમાજમાં દહેજ ઓછું થશે તો ચાંદલા વિધિ પણ નામશેષ થશે તેવો સંકલ્પ આ સભામાં કરાયો હતો.