નડિયાદ બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોના કાયદાઓ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.

નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોના કાયદાઓ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

નડિયાદની જીવન વિકાસ સ્કૂલમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોના કાયદાઓ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં પ્રોટેક્શન ઓફિસર ડો. અલકા રાવલ દ્વારા બાળકોના કાયદાઓ વિષે સમજ આપવામાં આવી. તેમણે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ  ૨૦૧૫ તથા પોકસો એક્ટ ૨૦૧૨, બાળ લગ્ન, બાળકોના અધિકારો, વ્યસનમુક્તિ તથા બાળકોની સરકારી યોજનાઓ સહિતની બાબતો પર સરળ શબ્દોમાં જાણકારી આપી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા બાળકો તથા સ્કૂલના આચાર્ય શ્વેતાબેન તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!