ઝાલોદ તાલુકાના થેરકા ગામે ઓટો રીક્ષામાં કરાય મહિલાની સફળ પ્રસુતિ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના થેરકા ગામે ઓટો રીક્ષામાં કરાય મહિલાની સફળ પ્રસુતિ

તારીખ. 24/01/2024 ઝાલોદ તાલુકાના થેરકા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી ત્યારે ઝાલોદ 108ની ટીમને કેસ મળતાની સાથેજ તાત્કાલિક થેરકા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિનો દુખાવો વધારે એટલેકે શિવયર થતો હતો અને 108ના Emergency medical Technician આશિષ.કે.ડામોર અને pilot અર્જુન કટારા તેમજ બેનને ઓટોરીક્ષામા જ ડિલિવરી કરાવવાની ફરજ પડતા બેનને પ્રસૂતિ કરાવવી પડી તો પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં (બે) ગર્ભ નાળ વીંટળાયેલ હતી અને ERCP ફિજીસિયન ડો.મહેશના માર્ગદર્શન થી બેનની બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ હતી અને સારવાર આપતા આપતા સરકારી દવાખાના ઝાલોદ ના ડો.પ્રાચી ને બધી તકલીફ જણાવી અને વધુ સારવાર માટે માતા અને બાળકને દાખલ કરવામાં આવેલ હતા. આમ 108 દ્વારા ઈમરજન્સીમાં તત્કાલીક નોર્મલ પ્રસૂતિ કરવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!