કાર ભાડે રાખ્યા બાદ માલિક સાથે છેતરપિંડી કરનાર બે ઇસમો  ઝડપાયા.

નરેશ ગનવાણી નડિયાદ

કાર ભાડે રાખ્યા બાદ માલિક સાથે છેતરપિંડી કરનાર બે ઇસમો  ઝડપાયા

નડિયાદ પાસે ડભાણ  રહેતા વ્યક્તિની ગાડી ભાડે લીધા બાદ તેને નિયમિત ભાડું ન ચુકવી તેમજ ગાડી પણ પરત ન આપીને છેતરપિંડી કરનાર બે ઇસમોને નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરીને, તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નડિયાદ તાલુકાના ડભાણ રહેતાં મહેશભાઇ મગનભાઇ પરમાર તથા પીનાકીનભાઇની કાર ભાડે રાખી તેમને મહિને રૂ.૨૦ હજાર ભાડું આપવાનું નક્કી કર્યાં  બાદ ભાડું ન આપી કે ગાડી પણ પરત ન આપીને છેતરપિંડી કરનાર ભરત ઉમંગસિંહ રબારી (રહે.કરમસદ) તથા ભયલુ રમેશભાઇ સોઢાપરમાર (રહે.પીપળાતા) ની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં નાસતા ફરતાં ભરત રબારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં ભરત રબારીએ તેના સાગરીત મુકેશ વિરચંદભાઇ શ્રીમાળી (રહે.પાટણ) ની પણ ગુનામાં સંડોવણી હોવાની કબુલાત કરતાં પોલીસ દ્વારા મુકશે શ્રીમાળીની પણ અટક કરવામાં આવી હતી.વધુ પૂછપરછમાં ડભાણ ઉપરાંત ડાકોર અને ચકલાસીથી પણ આજ રીતે ગાડી ભાડે લઇને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી મુકેશ શ્રીમાળી અગાઉ વર્ષ ૨૦૧૮ માં પાટણ ખાતે વાહનોના ખોટા રજીસ્ટ્રેશનના કેસમાં રાજ્ય ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, યુ.પી. સહિતના આંતરરાજ્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં બંને આરોપીઓની વધુ તપાસ નડિયાદ રૂરલ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!