ડાકોર પોલીસે ચોરીની ૧૨ બાઇક સાથે ૩ ઇસમોને ઝડપી પાડયા.

નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર પોલીસે ચોરીની ૧૨ બાઇક સાથે ૩ ઇસમોને ઝડપી પાડયા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે શંકાસ્પદ જણાતા બાઇકને ઈગુજકોપ અને પોકેટ કોપના માધ્યમથી સર્ચ કરી આરોપીઓ સુધી પોલીસ પહોંચીને ચોરીના  બાઇક સાથે ત્રણ લોકોને ઝડપ્યા છે. ડાકોર પોલીસે લાગેલા સીસીટીવી ફૂટેજના એનાલીસીસ કરી તેમજ આ ફુટેજને ઈગુજકોપ અને પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા ડાકોરમાંથી ચોરાયેલા બે બાઇક ક્લુ મળ્યા હતા. ડાકોર પોલીસ માહિતી મળી હતી કે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપીઓ ઠાસરા તરફથી ડાકોર આવી રહ્યા છે.  જેના આધારે પોલીસે  ઉપરોક્ત રોડ પરથી ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં કલ્પેશ ઉર્ફે ભયલી ઉદાભાઈ પરમાર (રહે.ખરોલી, તા.શહેરા, જિ.પંચમહાલ), રાજેશ નટવરભાઈ ખાંટ (રહે.પંચમહાલ) અને અનીલ રમેશભાઈ માછી (રહે.શહેરા, પંચમહાલ)ને ઝડપી પાડયા હતાં આ આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી કે તેઓએ ડાકોર, મહુધા, અમદાવાદ, ગોધરા, લુણાવાડા સહિત ૧૨ જગ્યાએ બાઇકની ચોરી કરી છે. જે તમામ બાઇકો રીકવર કરી છે. આ ઉપરાંત આ કામમાં તેઓનો અન્ય એક સાગરીત સુભાષ ભુપતભાઈ પરમાર (રહે.છાપરીયા, ગોધરા. પંચમહાલ) પણ હોવાનુ ખુલતા પોલીસે આ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: