દાહોદમાં રજવાડી ચા ના બંને સેન્ટરો પર દાહોદ જિલ્લા તથા સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા ઓચિંતી સંયુક્ત તપાસ હાથ ધરી નમુના લેવાયા.

અજય સાસી દાહોદ

દાહોદમાં રજવાડી ચા ના બંને સેન્ટરો પર દાહોદ જિલ્લા તથા સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા ઓચિંતી સંયુક્ત તપાસ હાથ ધરી નમુના લેવાયા.

દાહોદ શહેરમાં નગરજનોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળતી રહે તે હેતુથી દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છાસવારે રેસ્ટોરન્ટો પાણીની પીણીની લારીઓ તેમજ ફરસાણની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આજરોજ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તથા દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દાહોદમાં ચા ના શોખીનોનું શોખ પૂરો કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ રજવાડી ચા ના બે સ્ટોલો પર સંયુક્ત તપાસ હાથ ધરી જુદા જુદા નમૂના લઈ તપાસ માટે આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તથા દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી પિંકલ નગરાલા વાલા તેમજ તેમની ટીમ દ્વારા પોતાને મળેલ કેટલીક ફરિયાદોને લઈને આજરોજ દાહોદ શહેરના યાદગાર હોટલ સામે આવેલ રજવાડી ચા સેન્ટર તથા ગોદી રોડ પર આવેલ રજવાડી ચા સેન્ટર ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અને બંને રજવાડી ચા સેન્ટરો પરથી તૈયાર ચા, અને મસ્કાબનની તપાસ કરી સંયુક્ત રીતે ચા, ચાનો મસાલો, બટર, જામ, વેજફેટ વગેરેના નમુના લઇ તપાસ માટે આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: