મહેમદાવાદ પાસે રોડ પર ટેમ્પો પલટી ખાઈ જતાં એકનું મોત, ચારને ઇજાઓ પહોંચી.

નરેશ ગનવાણી નડીયાદ

મહેમદાવાદ પાસે રોડ પર ટેમ્પો પલટી ખાઈ જતાં એકનું મોત, ચારને ઇજાઓ પહોંચી

મહેમદાવાદ દેગામ રોડ પર પસાર થતો માલવાહક ટેમ્પો રોડ પર પલટી ખાઈ જતાં  અકસ્માત સર્જાતા ઘટનામાં ચાલક ટેમ્પા નીચે દબાઈ જતાં મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા ૪ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ છે. વસો તાલુકાના પલાણા ગામે રહેતા અરવિંદભાઈ અંબુભાઈ બારૈયાના મોટાભાઈ મહેન્દ્રભાઈ પોતે વસોના પેટલી ગામે રહે છે. મહેન્દ્રભાઈ લોડીંગ ટેમ્પોમાં સવારે  અરવિંદભાઈ તેમની પત્ની, તેઓના ભત્રીજો, ભત્રીજી તેમજ સુરેશભાઈ પરમાર નામના વ્યક્તિઓ  મહેમદાવાદ જવા નીકળ્યા હતા. ટેમ્પો મહેન્દ્રભાઈ બારૈયા ચલાવતા હતા. સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ મહેમદાવાદ-દેગામ રોડ પર ગાડવા પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન ટેમ્પાના ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા  ટેમ્પો રોડ પર પલટી ખાઈ ગયો હતો અને ટેમ્પા ચાલક મહેન્દ્રભાઈ બારૈયા  ટેમ્પા નીચે દબાઈ ગયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટેમ્પા નીચે દબાયેલા મહેન્દ્રભાઈને બહાર કાઢ્યા હતા. ટેમ્પામા પાછળ બેઠાલા જતીનભાઈ, મયુરીબેન, સુરેશભાઈ તેમજ પીન્ટુબેનને શરીરે ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહેન્દ્રભાઈ બારૈયાને તપાસ કરતા તેઓનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે અરવિંદભાઈ અંબુભાઈ બારૈયાએ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: