વડતાલ મંદિરમાં  દેવોને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

નરેશ ગનવાણી નડીયાદ

વડતાલ મંદિરમાં  દેવોને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી ઉપક્રમે વડતાલધામના દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના યજમાન ધરમપુરના સ્નેહલભાઈ ઉમેદભાઈ પટેલ હતા. જેનો હજ્જારો હરિભક્તોએ જામફળ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી મંદિરમાં હરિભક્તો ધ્વારા ઋતુ પ્રમાણે ફળોનો અન્નકૂટ દેવોને ધરાવવામાં આવે છે. અને હરિકૃષ્ણ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. તેજ રીતે રવિવારે ધરમપુરના સ્નેહલભાઈ પટેલ ધ્વારા ૧૧૦૦ કિલો જામફળ દેવોને ધરાવી જામફળ ઉત્સવ ઉજવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હરિભક્તો ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા અવારનવાર ઋતુ પ્રમાણે ફળો ધરાવી રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. આ અગાઉ દેવોને દાડમ, શેરડી, બોરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આદિવસે ૨૫ હજારથી વધુ ભક્તોએ દર્શન આશીર્વાદનો લાભ લીધો હતો. અને દર્શનાર્થીઓએ પ્રસાદનો પણ લાભ લીધો હતો. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી એવં સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!