ઠાસરા ગામના શખ્સે કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોધાઈ.

નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરા ગામના શખ્સે કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરતા ફરિયાદ  નોધાઈ

ઠાસરા નજીકના ગામમાં  કિશોરી ખેતરમાં દૂધી તોડવા ગયેલી સગીરાની સાથે એકલતાનો લાભ લઈ શખ્સે ગંદી હરકત કરી અને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ડાકોર પોલીસમાં નોધાઈ છે. ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામે ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરા ગત ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સાંજના સમયે પોતાના ઘર નજીક આવેલા ખેતરમાં દૂધી તોડવા ગઈ હતી. તે વખતે  તેણીના ઘર નજીક રહેતા શખ્સે કિશોરીનો એકલતાનો લાભ લઈને તેણીને બાથમાં ભીડી આબરૂ લેવાની કોશિશ કરી હતી.  સગીરાએ બુમાબુમ કરતા નજીકમાં રહેતા તેના માતા અને અન્ય લોકો દોડી આવતા  શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ કિશોરીને ઘરે લાવીને હકિકત પુછતા સમગ્ર આપવિતી કહી હતી. સગીરાના માવતર સમાજમાં આબરૂ ન જાય તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. ગઇ કાલે સગીરાની માતાએ આ મામલે ડાકોર પોલીસમાં અધમકૃત્ય આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: