શ્રી આદિવાસી ઉત્કર્ષ મંડળ ફતેપુરા દ્વારા મામલતદાર વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
શ્રી આદિવાસી ઉત્કર્ષ મંડળ ફતેપુરા દ્વારા મામલતદાર વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું
ફતેપુરા તાલુકામાં ડીજેના ઘોંઘાટ આવજે તેમજ બિભત્સ ગીતો પર અંકુશ મૂકી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ફતેપુરા તાલુકામાં આદિવાસી વાલ્મીકિ ઉત્કર્ષ મંડળ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહેલ છે ગામેગામ સમાજ પંચની રચના થઈ રહેલ છે નવું સામાજિક બંધારણ અમલમાં આવી રહેલછે સમાજ પંચ દ્વારા ડીજે ને પણ બંધ કરાવવા ઠરાવ કરેલ છે જેનો ખૂબ સારી રીતે અમલ થઈ રહેલ છે પરંતુ હજી પણ અસામાજિક તત્વો આ સામાજિક અભિયાનનો વિરોધ કરી આવી લોકહીત પ્રવૃત્તિને રોકી રહેલ છે સામાજિક ખર્ચાળ લગ્ન વહેવારોને કારણે દેવાદાર ને ગરીબી મા ધકેલાઈ રહ્યો છે બાળકો સારી રીતે શિક્ષણ પણ લઈ શકતા નથી શાળા સમયે તેમજ મોઙી રાત્રી સુધી ડીજે મોટા અવાજે વગાડવામાં આવે છે જેના કારણે લોકો શાંતિથી ઊંઘી પણ શકતા નથી બાળકોને અભ્યાસમાં ખલેલ પહોંચે છે જે સમાજ માટે ખૂબ નુકસાન કરતા છે એની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આદિવાસી વાલ્મિકી ઉત્સવ મંડળના પ્રમુખ સરદારસિંહ મછાર સામાજિક ન્યાય સમિતિ ફતેપુરાના ચેરમેન રાજેશભાઈ પારગી આદિવાસી સમાજના અગ્રની ગવજીભાઈ બરજોડ શામજીભાઈ બરજોડ ગલાભાઈ બરજોડ તેમજ આજુબાજુ ગામના સરપંચ ઓ પૂર્વ સરપંચ ઓ ડેપ્યુટી સરપંચ પૂર્વ ડેપ્યુટી સરપંચશ્રીઓ આવેદનપત્ર મામલતદાર વસાવાને સુપ્રત કરતા મામલતદાર શ્રી વસાવા આવેદનપત્ર આગળ મોકલી આપવાની ખાતરી આપેલી હતી