દાહોદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ને લઈને તંત્ર સજ્જજિલ્લા શિક્ષણ અધિકારી દામાની અધ્યક્ષતા માં મીટીંગ યોજાઈ
પ્રવીણ કલાલ ફતેપુરા
દાહોદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ને લઈને તંત્ર સજ્જજિલ્લા શિક્ષણ અધિકારી દામાસાહેબની એકતામાં મીટીંગ યોજાઈ
ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનાર એસ.એસ.સી /એચ.એસ.સી ની પરીક્ષા તારીખ 11/03 /2024 થી 26/ 03/ 2024 દરમિયાન એસએસસી ના 139 બિલ્ડીંગ કેન્દ્રોમા 41551 વિદ્યાર્થીઓ અને એચ.એસ.સી ના 74 કેન્દ્રો ઉપર 23880 વિદ્યાર્થીઓ ની પરીક્ષા યોજનારી હોય ત્યારે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી દામાભાઈ ની અધ્યક્ષતામાં તેમજ દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ, તેમજ પરીક્ષા જોનલ અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ સંચાલકોની બોર્ડની ગાઈડલાઈન અનુસાર લીટલ ફ્લાવર સ્કુલ દાહોદ મા મીટીંગ નું આયોજન રાખવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રભાઈ દામા સાહેબ દ્વારા કોઈપણ બાબતની ગેરરીતી ના થાય તે બાબતો પર ખાસ ધ્યાન દોરવા માટેના સૂચનો કર્યા. રાકેશભાઈ ભોકણ સાહેબ દ્વારા પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
આ બાબતે દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર પ્રજાપતિ એ તમામ સ્થળ સંચાલકો ને પરીક્ષાની ગંભીરતા ને સમજી પરીક્ષા દરમિયાન ચાલતાં દૂષણો ઉપર કટાક્ષ કરી તેનાથી દૂર રહી તટસ્થ રીતે બોર્ડની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા લેવાય તે માટે સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

