નડિયાદ પાસે નેશનલ હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ નેશનલ હાઈવે  ૪૮ પર ગઇકાલે રાત્રે  ટ્રક ચાલકે  કાબૂબાવતા  રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ટ્રક ના કેબિન એકબીજામાં ઘૂસી જતા એક ક્લીનર નું મૃત્યુ થયું હતું જ્યારે ડ્રાઇવર ફસાઈ જતા તેરે બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નડિયાદના ભુમેલ હાઈવેના ઓવરબ્રિજ પર બુધવારની મોડી રાત્રે પસાર થતી ટ્રક  ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ચઢી હતી. સામેથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બ
એક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઈડર કુદાડી રોંગ સાઈડ એ આવી જતા સામેથી આવી રહેલ કન્ટેનર સાથે ટકરાઈ હતી. બંને વાહનોના ડ્રાઇવરો કેબીનમાં ફસાયા હતા‌. અકસ્માતની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફસાયેલ ડ્રાઇવરોને કટર મશીનથી  ડ્રાઈવરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં  એક ડ્રાઈવરનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો પુલના પેરાફીટ પાસે આવી ગયા હતા. કટરની મદદથી નડિયાદ ફાયર બ્રિગેરની ટીમે લગભગ ૩૦ મિનિટની જહેમત બાદ ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અક્સ્માતની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતને પગલે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ જતા હાઇવે પરનો ટ્રાફિકને એક કલાક સુધી રોકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!