ટ્રકે આગળ જતી બાઇકને ટક્કર મારતાં બાઇક સવારનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગામના અને હાલ અમદાવાદ રહેતા અનિલભાઈ રઘુભાઈ વાદી ૪ માર્ચના રોજ પોતાના કુટુંબમાં બાધા નો પ્રસંગ હોવાથી પોતાની દાદી સાથે ઓરડા મુકામે આવ્યા હતા. જ્યાંથી ગઇ કાલે સાંજે અનિલભાઈ પોતાના પિતરાઈ ભાઈ શનાભાઇ અભાભાઇ સાથે બાઇક પર કઠલાલ બજારમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. ત્યારે નડિયાદ-કપડવંજ રોડ પરની હોટલ પાસેથી પસાર થતાં કોઈ અજાણી આઈસર ટ્રકે તેમના બાઇકને પાછળથી ટક્કર મારી
જેથી બેઠેલા બંને લોકો ઉછળીને રોડ ઉપર પડ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. એ પહેલા આ આઇસરે થોડી આગળ એક બાઇકને ટક્કર મારી હતી. પાછળ બેઠેલા ચતુરભાઈ મલુભાઈ વસાવા (રહે. કપડવંજ)ને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બંનેને બાઇકના ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને શરીર નાની મોટી ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાં ત્રણમાંથી બે વ્યક્તિઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે અનિલભાઈ વાદીની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
