નડિયાદમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, ૧૧૨૪૨ કેસોનું નિકાલ કરાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડીઆદનાંનડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ  એન એ. અંજારીઆનાં અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શન હેઠળ તા. ૯ માર્ચ ૨૦૨૪, શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આ તા.૦૯ માર્ચ ૨૦૨૪ નાં રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે. લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે. અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી. જેનાં સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડિંગ કેસોનાં નિકાલમાં જવલંત પરીણામ મળેલ છે. જેમાં મોટર વાહન અકસ્માત વળતરના ૨૦૦ કેસોમાં રૂ.૫,૭૪,૬૦,૫૪૦/-, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ નાં ચેક રિટર્નના ૭૫૩ કેસોમાં રૂ.૧૦,૯૭,૫૩,૪૪૨/-, એન.સી. પ્રકારનાં ૩૯૨ કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૨૬૫૦ કેસો, બેંક/મની રિકવરીના ૧૨૮ કેસોમાં રૂ.૬,૦૪,૪૨,૯૮૫/-, લગ્નવિષયક દાવાઓના ૨૬૩ કેસોમાં રૂ.૪૯,૩૫,૨૦૦/-, વીજળી-પાણી બિલ લેણાંનાં ૬૬૩ કેસોમાં રૂ.૧,૧૦,૯૫,૮૬૬/-, અન્ય સિવિલ દાવાઓનાં ૧૩૮ કેસોમાં રૂ.૨,૯૩,૩૫,૯૬૪/-, સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના ૧૧૪ કેસોમાં રૂ.૧,૪૩,૯૧,૪૩૩/- તથા ફેમિલી કોર્ટના ૧૩ મળીને ૫૩૧૪ જેટલાં પેન્ડિંગ કેસોની સાથે  રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં ૮૩૫ કેસોમાં ૩,૯૨,૧૭,૬૪૬/- સહિત કુલ ૩૨,૬૬,૩૩,૦૭૬/- ની રકમનાં સમાધાન વળતરનાં કેસો, તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૫૦૯૩ કેસોમાં રૂ.૩૦,૮૬,૫૦૦/- મળી કુલ ૩૦ લાખથી વધુની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને ૩૨ કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-૧૧૨૪૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં ન્યાયાધીશઓ, કર્મચારીગણ, વકીલઓ, બેંકો, વીમા, ફાયનાન્સ કંપનીઓ, એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામના સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!