ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજાં હેઠળ પડતર પ્રશ્નો પૂરા કરવા રજૂઆત કરાઈ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજાં હેઠળ પડતર પ્રશ્નો પૂરા કરવા રજૂઆત કરાઈ

ચુંટણી બહિષ્કાર તેમજ માસ સીએલ મૂકી ગાંધીનગર મુકામે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારાઇ

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજાં હેઠળ ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ચીફ ઓફિસરને પોતાના પડતર પ્રશ્નો પૂરા કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ચીફ ઓફિસર હાજર ન હોવાથી આ આવેદનપત્ર ઓફિસ નિરીક્ષકને આપવામાં આવેલ હતું. સરકારને 07-03-2024 ના રોજ છેલ્લું આવેદનપત્ર આપવામા આવેલ હતું તેમાં નગરપાલિકાના કર્મચારીઓની માંગણીઓની સતત અવગણના થઈ રહેલ હોવાનું લાગી રહેલ છે.

કર્મચારી મંડળો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરી મતદાનના દિવસે કોઈ પણ કર્મચારીઓ કે તેમના પરિવાર મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી. કર્મચારીઓના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા ન છુટકે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામા આવેલ હતી. પંચાયત વિભાગ અને મહાનગરપાલિકાઓને સરકાર તરફથી મળતા તમામ લાભ મળે છે તો નગરપાલિકા કર્મચારીઓને બધા લાભ કેમ આપવામાં નથી આવતા તેવી માંગ કરાયેલ છે. કર્મચારીઓ દ્વારા હંગામી કર્મચારીઓને ને કાયમી કરવા, જુની પેન્શન યોજના અમલ કરવા, પ્રમોશન આપવા, ખાલી જગ્યાઓ ભરવા, તબીબી-ઘરભાડા-સ્થાનિક રકમ-જુથવીમા રક્ષણની રકમમા વધારો કરવા જેવી અનેક પડતર માંગણીઓ કરેલ છે જે પૂરી કરવા કર્મચારીઓ દ્વારા માંગ કરેલ છે.

નગરપાલિકા કર્મચારીઓની સતત અવગણના કરી તેમના પ્રશ્નોનુ નિરાકરણ ન આવે તો આ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર રૂપે કરવામા આવનાર છે. જો લેખિત આપેલ આવેદનપત્ર મુજબ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી 23-03-2024 ના રોજ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: