આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા પંચાયત નડીઆદ ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો વી એ ધ્રુવે તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો રોહિત રાણા ના માર્ગદર્શન હેઠળ વસો તાલુકાની આશા ફેસીલીટેટર અને આશા બેનો ને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો રોહિત રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલીન્દ્રા,
ખાંધલી,પલાણા,પીજ ના મેડિકલ ઓફિસર ,આયુષ મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ,તાલુકા હેલ્થ વિઝિટર તેમજ આશા તેમજ આશા ફેસીલીટેટર હાજર રહેલ હતા જેમાં એનઆઇઓએસ પરીક્ષા પાસ કરેલ તેમજ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ આશા અને આશા ફેસીલીટેટર ને પ્રમાણપત્ર ની સાથે એવોર્ડ આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ નું સંકલન તાલુકા હેલ્થ સુપર વાઇઝર મેહુલ બૌદ્ધ ,તાલુકા હેલ્થ વિઝીટર મીનાક્ષીબેન પરમાર અને સંચાલન યતીન વાઘેલા દ્વારા કરવા માં આવેલ