પતિએ પોતાની પત્નીના બિભત્સ ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં પતિ પોતાની પત્ની પાસે ૧૫ લાખ લેવા
માટે તેણે પત્નીના બિભત્સ ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. અને લંડનમાં લઈ જઈ પરત ઈન્ડિયામાં પીડીતાને મોકલી દિધી. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદ તાલુકા ગામે રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૨ માં થયા હતા. સાસરીમાં ગયેલી યુવતી થોડા દિવસોમાં જ પોતાના પિયરમાં આવી હતી. અને પોતાના માવતરને કહ્યું કે મારો પતિ વાત વાતમાં હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે અને મારઝુડ કરે છે તેમજ રૂપિયા લાવવા માટે દબાણ કરે છે. ત્યારબાદ પરિણીતા સાસરિયાંમાં ન જતા પતિએ કહ્યું કે હું પત્નીને લંડન લઈ જઈશ અને સારી રીતે રાખીશ તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
તાજેતરમાં પીડીતાને પતિએ ૧૫ લાખની માંગણી કરી અને પરદેશથી ઇન્ડીયા મોકલીદિધી પીડિતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. ત્યારબાદ પતિએ પોતાની પત્નીના અભદ્ર અને બિભત્સ ફોટોગ્રાફ્સ અને વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર પત્નીના ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા હતા. અને પોતાની સાળીને પણ ફોટોગ્રાફ્સ તેમજ વિડિયો મોકલ્યા અને વિડીયો કોલ કરી ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. આથી આ બનાવ સંદર્ભે પીડીતાની માતાએ પોતાના જમાઈ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.