સંજેલી તાલુકા કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર કપિલ સાધુ
આજરોજ સંજેલી તાલુકા કચેરી ખાતે આરોગ્ય વિભાગનો આસા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર તિલાવતના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ આરોગ્ય કચેરી ખાતે આશા સંમેલન યોજાયું હતું . જેમાં કાર્યક્રમને અનુરૂપ ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર સુપરવાઇઝર આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં આરોગ્ય વિષય કાર્યક્રમની વિસ્તારથી ચર્ચાઓ કરી હતી અને વર્ષ દરમિયાન સૌથી સારી કામગીરી કરનાર અશાવર્કરો હાજર અધિકારી દ્વારા મિક્સર મશીન ટેબલ ફેન , કુકર , સાડીઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ અલ્કેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી





