ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક દ્વારા રક્તદાન કર્યું તેમજ મૃત્યુ બાદ શરીરને મેડિકલ ટીમને દાન આપવા સંકલ્પ લીધો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક દ્વારા રક્તદાન કર્યું તેમજ મૃત્યુ બાદ શરીરને મેડિકલ ટીમને દાન આપવા સંકલ્પ લીધો
ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક એવા મહેંદ્રકુમાર ભગવાનદાસ બંબાણી દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનિષભાઈ પંચાલના કહેવાથી ગરાડુ-1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સગર્ભા એવા શિલ્પાબેન મુકેશભાઇ મુનીયાને સિકલસેલ પોઝીટીવને 8% HB હોવાથી તાત્કાલિક A+ બ્લડની જરૂરિયાત સર્જાઈ હોવાથી રક્તદાન કરવામાં આવ્યું હતું. મહેંદ્ર બંબાણી દ્વારા અગાઉ પણ કેટલીય વાર રક્તદાન કરી રક્તદાન મહાદાનનુ સૂત્ર સાર્થક કરેલ છે. મહેંદ્ર બંબાણી શરીરે વિકલાંગ હોવા છતાં તેઓ સદા મક્કમતા તેમજ નીડરતા પૂર્વક રક્તદાન કરતા તેમજ અન્યોને રક્તદાન કરવાના ફાયદાથી વાકેફ કરતા હોય છે. મહેંદ્ર બંબાણી દ્વારા આજે એક મૃત્યુ બાદ અંગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. જેથી મૃત્યુ બાદ પણ તેઓના શરીરના અંગો કોઈને કામ લાગે. પોતાના શરીરનુ દાન કરી તેઓએ સમાજ તેમજ નગરમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેથી તેમને જોઈ નગરના અન્યો લોકો પણ પ્રેરિત થઈ શકે તેવો સુંદર આશય પૂરું પાડ્યું હતું.